21 - ભળીએ હવે / હરજીવન દાફડા
આવ ! અજપા જાપમાં ભળીએ હવે,
એમ આપોઆપમાં ભળીએ હવે.
આ નર્યા ઘોંઘાટમાંથી નીકળી,
ભીતરી આલાપમાં ભળીએ હવે.
ઓગળે જ્યાં આપણું ‘હોવાપણું’,
કોઈ એવા તાપમાં ભળીએ હવે.
ચલ-અચલ જેમાં સમાઈ જાય છે,
એવા અનહદ વ્યાપમાં ભળીએ હવે.
જે સકળ બ્રહ્માંડને ગજવી રહી,
ગેબની એ થાપમાં ભળીએ હવે.
એમ આપોઆપમાં ભળીએ હવે.
આ નર્યા ઘોંઘાટમાંથી નીકળી,
ભીતરી આલાપમાં ભળીએ હવે.
ઓગળે જ્યાં આપણું ‘હોવાપણું’,
કોઈ એવા તાપમાં ભળીએ હવે.
ચલ-અચલ જેમાં સમાઈ જાય છે,
એવા અનહદ વ્યાપમાં ભળીએ હવે.
જે સકળ બ્રહ્માંડને ગજવી રહી,
ગેબની એ થાપમાં ભળીએ હવે.
0 comments
Leave comment