22 - આ સફરમાં / હરજીવન દાફડા


હોય ઘર તો કહું, આવ ઘરમાં,
આમ બેઠો ન હોઉં ડગરમાં.

આપણે માત્ર છે મહેકવાનું,
પગ પહોંચે નહીં વિશ્વભરમાં.

નામ એનું જ બોલ્યા કરે છે,
આ વલોપાત કેવો જિગરમાં !

જાતરા ગઈ નથી સાવ ફોગટ,
સહેજ પ્રસ્વેદ છે બેઉ કરમાં.

એક રસ્તો છે આગળ જવાનો,
બાકી કંઈ પણ નથી આ સફરમાં.


0 comments


Leave comment