23 - બેઠો હતો / હરજીવન દાફડા


પાથરી શબ્દ - ચોપાટ બેઠો હતો,
ને ગઝલની જોઈ વાટ બેઠો હતો.

માટલું એક તમને ગમે તોય બસ,
કેટલાયે ઘડી ઘાટ બેઠો હતો.

સાદ મારોય ક્યાં સાંભળું છું હવે ?
ઘટઘટાવીને ઘોંઘાટ બેઠો હતો.

ક્યાંકથી જો મળી જાય પંખીપણું,
કાંખમાં લઈને ફફડાટ બેઠો હતો.

ઓળખાયો નહીં હું જ પૂરો મને,
કૈં સદીનો લઇ કાટ બેઠો હતો.


0 comments


Leave comment