24 - અરધોઅરધ / હરજીવન દાફડા


આપણે ઘરમાં છીએ અરધોઅરધ,
ને જગતભરમાં છીએ અરધોઅરધ.

એટલે અસ્તિત્વ અધ્ધર - તાલ છે,
કોઈના કરમાં છીએ અરધોઅરધ.

જીવતર જિવાય છે ક્યાં મોજથી ?
મોતના ડરમાં છીએ અરધોઅરધ.

એમ અકળામણ વધારે થાય છે,
માછલીઘરમાં છીએ અરધોઅરધ.

આપણે કેવી રીતે પડીએ અલગ ?
દૂધ - સાકરમાં છીએ અરધોઅરધ.


0 comments


Leave comment