26 - એવી તો દે ! / હરજીવન દાફડા
જીભેથી જરા પણ કહેવાય એવી તો દે !
અડાબીડ પીડા સહેવાય એવી તો દે !
ધરા પર દીધી એક ઘરમાં તેં ઉભડક જગા,
જરા કાયમી રીતે રહેવાય એવી તો દે !
ત્વચા પર ભલે ચિપકાવી દીધી અણસમજ,
મથામણ કરીને ઉખેડાય એવી તો દે !
ઘણી અટપટી છે વહેતી હવાની લિપિ,
નરી આંખે થોડી ઉકેલાય એવી તો દે !
દિવસ - રાત ખેંચીને થાકી ગઈ છે સમજ,
રહસ્યોની ચાદર સમેટાય એવી તો દે !
અડાબીડ પીડા સહેવાય એવી તો દે !
ધરા પર દીધી એક ઘરમાં તેં ઉભડક જગા,
જરા કાયમી રીતે રહેવાય એવી તો દે !
ત્વચા પર ભલે ચિપકાવી દીધી અણસમજ,
મથામણ કરીને ઉખેડાય એવી તો દે !
ઘણી અટપટી છે વહેતી હવાની લિપિ,
નરી આંખે થોડી ઉકેલાય એવી તો દે !
દિવસ - રાત ખેંચીને થાકી ગઈ છે સમજ,
રહસ્યોની ચાદર સમેટાય એવી તો દે !
0 comments
Leave comment