29 - જાત થઇ જાતિ ધુમાડો / હરજીવન દાફડા
બોલવાની જેમ આ તો બોલવાનું થાય છે,
મૌનની ભાષા હજીયે ક્યાં તને સમજાય છે.
ક્યાંક મૃત્યુ સાંપડે કેવળ નજીવી ઠેસથી,
ક્યાંક મરવા કૂદકો મારો તો પગ ધરબાય છે.
એક ચકલી ન્હાય આઠે પહોર ગાંડીતૂર થઇ,
આંખને એ ભીતરી ઘટના જ ક્યાં દેખાય છે ?
દૂરથી રંગીન પંખી લાગતું ડાળી ઉપર,
અવનવાં જ્યાં વેશ કાચીંડો બદલાતો જાય છે.
માપદંડોની સમજ કઈ કાંખમાં રાખું, કહો ?
જાત થઇ જાતી ધુમાડો, ને ગઝલ સરજાય છે.
મૌનની ભાષા હજીયે ક્યાં તને સમજાય છે.
ક્યાંક મૃત્યુ સાંપડે કેવળ નજીવી ઠેસથી,
ક્યાંક મરવા કૂદકો મારો તો પગ ધરબાય છે.
એક ચકલી ન્હાય આઠે પહોર ગાંડીતૂર થઇ,
આંખને એ ભીતરી ઘટના જ ક્યાં દેખાય છે ?
દૂરથી રંગીન પંખી લાગતું ડાળી ઉપર,
અવનવાં જ્યાં વેશ કાચીંડો બદલાતો જાય છે.
માપદંડોની સમજ કઈ કાંખમાં રાખું, કહો ?
જાત થઇ જાતી ધુમાડો, ને ગઝલ સરજાય છે.
0 comments
Leave comment