3 - ગડબડિયા ઉચ્ચરણનો આપો ગરાસ પાછો / નીરજ મહેતા


ગડબડિયા ઉચ્ચરણનો આપો ગરાસ પાછો
વીતેલ બાળપણનો આપો ગરાસ પાછો

જલ-મત્સ્ય-રમ્ય જોયાં જઇને નદી-કિનારે
નિર્લક્ષ એ ભ્રમણનો આપો ગરાસ પાછો

પ્રશ્નો નથી થતાં ને ! છે એ જ પ્રશ્ન મોટો
કિન્તુ, પરંતુ, પણ-નો આપો ગરાસ પાછો

રણશુષ્ક જીભ સીંચો, વાચા ફરી ઉગાડો
’મા’ નામના રટણનો આપો ગરાસ પાછો

આપો ફરી એ આંસુ, ‘ને લૂછનાર પાલવ
ખોળે મઢેલ ક્ષણનો આપો ગરાસ પાછો

કવિલોક


0 comments


Leave comment