4 - સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને / નીરજ મહેતા


સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને ત્
યારથી પકડી શક્યો છું જિંદગીના તંતને

આયખું આખું નીરખવામાં વહી જાશે હવે
એટલાં ખિસ્સે ભર્યાં છે યાદના મન્વંતને

છે...ક શાકુંતલ સમયથી વારસામાં ઊતરી
એ જ પીડા – આજ પણ ક્યાં યાદ છે દુષ્યંતને

જિંદગી એની બનીને ગ્રંથ પૂજાશે સતત
પૃષ્ઠ માફક જે પલટશે આયખાના અંતને

કોઈના આંસુથી જેનાં ટેરવાં શોભ્યાં ન હો
હું નથી મળતો કદીપણ એવડા શ્રીમંતને

(શબ્દસૃષ્ટિ)


0 comments


Leave comment