7 - નિહાળ સાચો સ્વભાવ મિતવા / નીરજ મહેતા
નિહાળ સાચો સ્વભાવ મિતવા
અહં પછેડી ફગાવ મિતવા
ભલે ને જર્જર છે નાવ મિતવા
વિચાર મા ! બસ, ઝુકાવ મિતવા
સ્વયંમાં ગોથું લગાવ મિતવા
મટે બધી આવજાવ મિતવા
કપોળકલ્પિત બધીય સીમા
અતિક્રમીને બતાવ મિતવા
ભ્રમણ વને-વન કર્યા પછી શું ?
અહીં જ ધૂણી ધખાવ મિતવા
(કવિલોક)
અહં પછેડી ફગાવ મિતવા
ભલે ને જર્જર છે નાવ મિતવા
વિચાર મા ! બસ, ઝુકાવ મિતવા
સ્વયંમાં ગોથું લગાવ મિતવા
મટે બધી આવજાવ મિતવા
કપોળકલ્પિત બધીય સીમા
અતિક્રમીને બતાવ મિતવા
ભ્રમણ વને-વન કર્યા પછી શું ?
અહીં જ ધૂણી ધખાવ મિતવા
(કવિલોક)
0 comments
Leave comment