૧૧ હું અને તું આપણે બે હોઈએ એ શક્ય છે / નીરજ મહેતા


હું અને તું આપણે બે હોઈએ એ શક્ય છે
એકબીજાની નજરમાં જોઈએ એશક્ય છે

એ રીતે દૃશ્યો સમૂળાં ધોઈએ એશક્ય છે
એકબીજાના નયનથી રોઈએ એશક્ય છે

દેહથી સૌને ભલે અહીંયાં જ દેખાતાં છતાં
એક બીજા વિશ્વમાં પણ હોઈએ એશક્ય છે

બે દિશાઓ બંધ થઇને ક્યાંક ત્રીજી ઊઘડે
એકબીજામાં સ્વયંને ખોઈએ એશક્ય છે

દ્વૈત ‘ને અદ્વૈતનો પડદો પછીથી ના રહે
એકબીજાને હૃદયમાં પ્રોઈએ એશક્ય છે

(કુમાર)0 comments