9 - દુનિયાને કેવું લાગે ? કાલે ન હોઉં હું, તો / નીરજ મહેતા


દુનિયાને કેવું લાગે ? કાલે ન હોઉં હું, તો
કોઈ મનેય માગે ? કાલે ન હોઉં હું, તો ?

કેવો ફરક પડે છે કોના ખરી જવાથી?
ફૂલો ખીલે ન બાગે ? કાલે ન હોઉં હું, તો ?

આજે નથી સમય પણ, ગમતાં સ્થળે જવાનો
પહોંચું પછી પ્રયાગે - કાલે ન હોઉં હું, તો

સઘળાં વિચાર વીંધીને શેરમાં પરોવું
શું એ મનેય તાગે ? કાલે ન હોઉં હું, તો

અંધાર જેવું ઓઢી પડખું ફરી જવાની
આ રાત થોડી જાગે ?! કાલે ન હોઉં હું, તો

તું છે, હજૂય તું છે, રહેશે પછી સ્મરણમાં
‘નીરજ’ ન સોચ આગે, ‘કાલે ન હોઉં હું, તો ?’


0 comments


Leave comment