31 - હાથની ડાળી / હરજીવન દાફડા


ધસમસે છે પૂર, ક્યાં પાળી કરું ?
વાયરાની કેમ રખવાળી કરું ?

આગિયા ભેગા કરીને વિશ્વના,
થાય તો આ રાત અજવાળી કરું.

પાંદડા રૂપે ઊગીને આવ તું,
હું આ મારા હાથની ડાળી કરું.

થૈ શકાતું હોય જો વહેતી નદી,
ચાલચલગત હુંય નખરાળી કરું.

ક્યાંકથી તળ સાંપડે વરસાદનું,
સૃષ્ટિમાં ચોમેર હરિયાળી કરું.


0 comments


Leave comment