32 - મારી રીતે / હરજીવન દાફડા


હું ગઝલ લખતો રહ્યો મારી રીતે,
જીવતો - મરતો રહ્યો મારી રીતે.

લોક તો ઝાઝા હતા મેળા મહીં,
એકલો ફરતો રહ્યો મારી રીતે.

કાફલો ક્યાં જાય છે કોને ખબર ?
હું કદમ ભરતો રહ્યો મારી રીતે.

ગર્ભાદ્વારે મેદની પુષ્કળ હતી,
હું પૂજા કરતો રહ્યો મારી રીતે.

બાગની હિલચાલ વિશે શું કહું ?
ખીલતો, ખરતો રહ્યો મારી રીતે.


0 comments


Leave comment