33 - જાપે મને / હરજીવન દાફડા
એમની કાતર વડે કાપે મને,
હોઉં છું એવો જ ક્યાં છાપે મને?
કદ વિશે નિર્ણય કરી શકતા નથી,
માપિયાં લઈને હજી માપે મને.
પ્રશ્ન ખખડાવું અનાદિ કાળથી,
કોઈ ઉત્તર ના દીધો ઝાંપે મને.
ચોતરફ ભટકી ગયેલું ચિત્ત છું,
કોણ મારામાં હવે થાપે મને.
એક માળા ભીતરે ઝંખી રહી,
કોઈ આવીને અહીં જાપે મને.
હોઉં છું એવો જ ક્યાં છાપે મને?
કદ વિશે નિર્ણય કરી શકતા નથી,
માપિયાં લઈને હજી માપે મને.
પ્રશ્ન ખખડાવું અનાદિ કાળથી,
કોઈ ઉત્તર ના દીધો ઝાંપે મને.
ચોતરફ ભટકી ગયેલું ચિત્ત છું,
કોણ મારામાં હવે થાપે મને.
એક માળા ભીતરે ઝંખી રહી,
કોઈ આવીને અહીં જાપે મને.
0 comments
Leave comment