34 - જીવી ગયો / હરજીવન દાફડા


રોજ ફેંકાતા રહ્યા પથ્થર છતાં જીવી ગયો,
ઘર પડીને થૈ ગ યું પાદર છતાં જીવી ગયો.

આયખું મહેકાવવાની વાત બાજુ પર રહી,
કોઈએ આપ્યું નહીં અત્તર છતાં જીવી ગયું.

લોહની કયા હતી કે શું ? ખબર પડતી નથી,
પીઠ પર મૂક્યો હતો ડુંગર છતાં જીવી ગયો.

જ્યાં ચરણ માંડું ત્યાં માથાબોળ ખૂંપી જાઉં છું,
ક્યાંય પણ નહોતી ધરા નક્કર છતાં જીવી ગયો.

ભીતરી ભાષાને આધારે લખ્યું છે એટલે,
સાવ ગરબડિયા હતા અક્ષર છતાં જીવી ગયો.


0 comments


Leave comment