35 - થીજેલો ઠાર / હરજીવન દાફડા
ગમગીન આ વાતાવરણનો ભાર સહેવાતો નથી,
નિર્દોષ હૈયે ઊઠતો ચિત્કાર સહેવાતો નથી.
ઈચ્છું કે ચારેકોરથી સાલસ હવા ઘેરી વળો,
એકાદ ચહેરો કોઈનો ખૂંખાર સહેવાતો નથી.
ઘરબાર કોઈના સળગતા ક્યાં સુધી જોયા કરું ?
મારી નસેનસમાં થીજેલો ઠાર સહેવાતો નથી.
કોમળ ત્વચાને ક્યાંક શીતળ જળની છાલક સાંપડો,
રૂંવે રૂંવેથી બાળતો અંગાર સહેવાતો નથી.
કાં બારણું ખોલો ને કાં ફાડી ખપેડા નીકળો,
અસ્તિત્વને અકળાવતો ઓથાર સહેવાતો નથી.

0 comments
Leave comment