36 - સાંભળશે ગઝલ / હરજીવન દાફડા


કોઈ સરવા કાન સાંભળશે ગઝલ,
થૈ જશે ગુલતાન, સાંભળશે ગઝલ.

મૂળસોતું ઝાડ ઝૂમી ઊઠશે,
એક - બે જો પાન સાંભળશે ગઝલ.

ક્યાં સભા કે મેદનીનું કામ છે !
ડોલશે વેરાન, સાંભળશે ગઝલ.

કેમ સાચલશે ત્વચા બરછટપણું ?
ભૂલી જાશે ભાન, સાંભળશે ગઝલ.

બે ઘડી સ્થળ - કાળથી પર થઇ જશે,
ધ્યાનથી શ્રીમાન સાંભળશે ગઝલ.


0 comments


Leave comment