37 - નડે છે / હરજીવન દાફડા


બહાર નડે છે, ઘેર નડે છે,
મેશ મહીં ચોમેર નડે છે.

ડગલું ભરતા બાળપણાને,
તકલીફો તોંતેર નડે છે.

ધિક્કારે છે એકબીજાને,
ક્યા ભવનું આ વેર નડે છે.

સૂરજનું ઘર જોવું છે પણ,
આંખોને અંધેર નડે છે.

ક્યા ઘરમાં વસવાટ કરીશું ?
ચોગમ કાળો કેર નડે છે.


0 comments


Leave comment