38 - પજવે છે / હરજીવન દાફડા


આંખ ખોલું ને તંત પજવે છે,
સહેજ મીંચું તો સંત પજવે છે.

ક્યાંય પહોંચાડતી નથી પગને,
જાતરા મનઘડંત પજવે છે.

કેમ સંભાળવી સહિષ્ણુતા ?
સેકંડો જીવજંત પજવે છે.

ચેન ક્યાંથી પડે ઘડી મનને ?
કલ્પનાઓ અનંત પજવે છે.


0 comments


Leave comment