40 - ઇલમ જડે છે ! / હરજીવન દાફડા
વિચાર પર્વત ઉપર ચડે છે,
ચરણ તળેટી તરફ દડે છે.
ઝળાંહળાં થઇ જવાય એવો -
ઇલમ હજી ક્યાં મને જડે છે.
તને મુખોમુખ મળી લઉં પણ,
સમજભર્યું મન સતત નડે છે.
એ ઝાડની હું તલાશમાં છું,
જે ડાળ, પાને કે નાં થડે છે.
અખંડ વાગી રહી છે ઝાલર,
અવાજ કાને તને પડે છે ?
ચરણ તળેટી તરફ દડે છે.
ઝળાંહળાં થઇ જવાય એવો -
ઇલમ હજી ક્યાં મને જડે છે.
તને મુખોમુખ મળી લઉં પણ,
સમજભર્યું મન સતત નડે છે.
એ ઝાડની હું તલાશમાં છું,
જે ડાળ, પાને કે નાં થડે છે.
અખંડ વાગી રહી છે ઝાલર,
અવાજ કાને તને પડે છે ?
0 comments
Leave comment