15 - નિર્ગુણ નિરાકાર હશે કોણ ? કહી દો / નીરજ મહેતા


નિર્ગુણ નિરાકાર હશે કોણ ? કહી દો
એવુંય નિરાધાર હશે કોણ ? કહી દો

તોફાન ભરી રાતે શિરે છાબ ગ્રહીને
લૈ જાય નદીપાર હશે કોણ ? કહી દો

બિંબાય ઘણીવાર દિવાસ્વપ્ન નગરમાં
‘હોવા’થી તડીપાર હશે કોણ ? કહી દો

દુનિયાની બધી વાત ગળે કેમ ઉતારું ?
આ વાત સમજનાર હશે કોણ ? કહી દો

દેખાય - અને એ જ પળે હોય નહીં ત્યાં
રોકાય પલકવાર હશે કોણ ? કહી દો


0 comments


Leave comment