21 - દ્વાર સાથે સગપણો પૂછો નહીં / નીરજ મહેતા


દ્વાર સાથે સગપણો પૂછો નહીં
બાંધવા ક્યાં તોરણો નક્કી કરો

આવશે શું તારણો પૂછો નહીં
સૌપ્રથમ તો એરણો નક્કી કરો

વ્હાલના બંધારણો પૂછો નહીં
વ્હાલ છે કે વળગણો - નક્કી કરો

કેટલાં છે ભારણો પૂછો નહીં
ઊંચકી અવધારણો નક્કી કરો

મ્હેકવાના કારણો પૂછો નહીં
કોણ નાખે વીંઝણો ? નક્કી કરો

કેમ ભીની પાંપણો પૂછો નહીં
લૂછશે કર આપણો... નક્કી કરો

(ગઝલપત્ર)


0 comments


Leave comment