41 - અલગ / હરજીવન દાફડા


એક છે ઘટના અને આંખો અલગ,
એટલે અભિપ્રાય છે સૌનો અલગ.

શબ્દ શોધું હું અને શસ્ત્રો તમે,
કૈં યુગોથી આપણો ધંધો અલગ.

ઊડવા દેવું હતું આખું ગગન,
તો પછી શાને કરી પાંખો અલગ ?

આખરે એક જ સ્થળે આવી મળ્યા,
બેઉનો જો કે હતો રસ્તો અલગ.


0 comments


Leave comment