42 - આકાશનાં પંખી / હરજીવન દાફડા
નહીં આવે કદી હોઠે,
પડી ગઈ છે વ્યથા કોઠે.
અમે આકાશના પંખી,
ઘરા સાથે નહીં ગોઠે.
મથોમથ લહાવ લઇ ઘૂમ્યા,
કદી બેઠા ન બાજોઠે.
ગમે ત્યારે જવું પડશે,
ઊભો છું શ્વાસના ઓઠે.
કહું જીવન - કથા કોને ?
ફરી બેઠા એ પારોઠે.
પડી ગઈ છે વ્યથા કોઠે.
અમે આકાશના પંખી,
ઘરા સાથે નહીં ગોઠે.
મથોમથ લહાવ લઇ ઘૂમ્યા,
કદી બેઠા ન બાજોઠે.
ગમે ત્યારે જવું પડશે,
ઊભો છું શ્વાસના ઓઠે.
કહું જીવન - કથા કોને ?
ફરી બેઠા એ પારોઠે.
0 comments
Leave comment