44 - દીદાર એના / હરજીવન દાફડા


વર્તાવમાં જ્યારે સુધાર થૈ જાશે,
ચારે તરફ એનો પ્રચાર થૈ જાશે.

ઘનઘોર અંધારું અને ભીનું બાકસ,
દીવો સળગશે ત્યાં સવાર થૈ જાશે.

તૈયાર જ્યાં એને નિહાળવા થાશું,
પળનું ફુલેકું તો પસાર થૈ જાશે.

વરસો પછી આવી મળેલ મિત્રોમાં,
નખથી શિખા લગ ફેરફાર થૈ જાશે.

એવા જ આશયથી ઉજાગરા વેઠું,
દીદાર એના કોઈવાર થૈ જાશે.


0 comments


Leave comment