45 - જીવ પ્રત્યેકનો / હરજીવન દાફડા


હાથમાં લાખ જાહોજલાલી હશે,
આખરે હાથ તો સાવ ખાલી હશે.

ધીમે ધીમે સરકતી જશે દોરડી,
આપણે જોરથી છો ને ઝાલી હશે.

પાન દેખાવમાં સાવ લીલું હતું,
શું ખબર યાર એમાં જ લાલી હશે !

કેમ ચોમેર કરતો હશે આવ - જા ?
જીવ પ્રત્યેકનો શું ટપાલી હશે ! 


0 comments


Leave comment