47 - અહીં નથી / હરજીવન દાફડા
પર્વત, નદી ને જંગલો, વહેતા ઝરણ અહીં નથી,
પહેલાં હતું એ ખુશનુમા વાતાવરણ અહીં નથી.
ખૂંખાર ડાઘિયા અમે બાંધી દીધા છે બારણે,
જોતાં જ હેત ઊપજે એવા હરણ અહીં નથી.
પોતાના ભારથી બધા બેવડ વળી ગયેલ છે,
બોજો ઉઠાવે અન્યનો એવા ચરણ અહીં નથી.
પાડ્યા છે જાત - જાતના વર્ણો અમોએ વિશ્વમાં,
જેમાં હો માત્ર માનવી એવું વરણ અહીં નથી.
ઉત્પાતિયા શહેરનો ખૂણેખૂણો ફરી વળ્યા,
પળભર નિરાંત સાંપડે એવું શરણ અહીં નથી.
પહેલાં હતું એ ખુશનુમા વાતાવરણ અહીં નથી.
ખૂંખાર ડાઘિયા અમે બાંધી દીધા છે બારણે,
જોતાં જ હેત ઊપજે એવા હરણ અહીં નથી.
પોતાના ભારથી બધા બેવડ વળી ગયેલ છે,
બોજો ઉઠાવે અન્યનો એવા ચરણ અહીં નથી.
પાડ્યા છે જાત - જાતના વર્ણો અમોએ વિશ્વમાં,
જેમાં હો માત્ર માનવી એવું વરણ અહીં નથી.
ઉત્પાતિયા શહેરનો ખૂણેખૂણો ફરી વળ્યા,
પળભર નિરાંત સાંપડે એવું શરણ અહીં નથી.
0 comments
Leave comment