48 - મળો / હરજીવન દાફડા


મુશળધાર વર્ષાનું ટાણું મળો,
ધરિત્રીને ભરપેટ ભાણું મળો.

ઉદાસીય નાચી ઊઠે સાંભળી,
ગળાને સરસ કોઈ ગાણું મળો.

દિવસ - રાત દોડીને થાકી ગયા,
આ પગને હવે એક થાણું મળો.

ફરે છે અહીં સૌ જગત જાણવા,
અહીં કોઈ તો જાત - જાણું મળો.

મટી જાય જનમોજનમની ક્ષુધા,
હવે ક્યાંકથી એવું ખાણું મળો.


0 comments


Leave comment