49 - સુખ સમેટાઈને / હરજીવન દાફડા


ક્યાંક બૂરું થયું, ક્યાંક સારું થયું,
કામ ક્યાં આપણું એકધારું થયું !

રોજ રોજ એની મીઠાશ ઘટતી ગઈ,
છેવટે જીવતર સાવ ખારું થયું.

ફૂલ - ફળ ડાળીઓ લૂંટાઈ જાય બાદ,
થાય છે ઝાડનું એ જ મારું થયું.

ઘાવ પર ઘાવ દેતા ગયા માણસો,
આયખે દૂઝતું એક ઘારું થયું.

દુ:ખ ભેગું કર્યું તો થયો ડુંગરો,
સુખ સમેટાઈને એક તગારું થયું.


0 comments


Leave comment