50 - કોઠે પડી ગયું છે / હરજીવન દાફડા
ખુલ્લું આ કેદખાનું કોઠે પડી ગયું છે,
સાંકળ પહેરવાનું કોઠે પડી ગયું છે.
એકેય હાથ સામો પ્રતિકાર ક્યાં કરે છે ?
આઘાત ઝીલવાનું કોઠે પડી ગયું છે.
કરપીણ કોઈ ઘટના મન પર નથી છપાતી,
અખબાર વાંચવાનું કોઠે પડી ગયું છે.
ખટકે છે એ કણાને કાઢે છે કોણ યારો ?
આંખોને ચોળવાનું કોઠે પડી ગયું છે.
એકાદ વેંત આગળ ચાલી નથી શકાતું,
રસ્તાઓ દોરવાનું કોઠે પડી ગયું છે.
સાંકળ પહેરવાનું કોઠે પડી ગયું છે.
એકેય હાથ સામો પ્રતિકાર ક્યાં કરે છે ?
આઘાત ઝીલવાનું કોઠે પડી ગયું છે.
કરપીણ કોઈ ઘટના મન પર નથી છપાતી,
અખબાર વાંચવાનું કોઠે પડી ગયું છે.
ખટકે છે એ કણાને કાઢે છે કોણ યારો ?
આંખોને ચોળવાનું કોઠે પડી ગયું છે.
એકાદ વેંત આગળ ચાલી નથી શકાતું,
રસ્તાઓ દોરવાનું કોઠે પડી ગયું છે.
0 comments
Leave comment