25 - આમ લાગે અખંડ, પણ છળ છે / નીરજ મહેતા


આમ લાગે અખંડ, પણ છળ છે
ફક્ત ભાસે પ્રચંડ, પણ છળ છે

રાજદરબાર સાવ આભાસી
એમનો રાજદંડ પણ છળ છે

સીંદરી વળ બળ્યાં છતાં છોડે ?
ઊતર્યો છે ઘમંડ, પણ છળ છે

ધનપતિઓ અજેય છે, રહેશે
આ બધા માપદંડ પણ છળ છે

ત્યાગ સાચો વિચારથી થાશે
દેહને છોડ, પંડ પણ છળ છે

ગઝલગરિમા


0 comments


Leave comment