૩૧ મંઝિલ તરફ ભલે જરા ધીમું પ્રયાણ છે / નીરજ મહેતામંઝિલ તરફ ભલે જરા ધીમું પ્રયાણ છે
રસ્તાની સાથે ખૂબ જૂની ઓળખાણ છે

છે સૌ દિશાનો ખ્યાલ, પવનની પિછાણ છે
રસ્તો નહીં જડે તો મારી આંખ ભાણ છે

તનમાં અગાધ થાક ઘરોબો કરી શકે
મનને ડગાવનાર ભલા ક્યા ચઢાણ છે

ભાતું નથી કે શબ્દ ખૂટી જાય રાહમાં
છેલ્લે સુધી રહે જ એવાં પાદત્રાણ છે

સાગર અનંતમાં ઝુકાવું છંદ, પ્રાસ, લય
આઠે પહોર સાબદા મારા વહાણ છે0 comments