30 - પાને પાને ખાલી જગ્યા / નીરજ મહેતા


પાને પાને ખાલી જગ્યા
જીવન યાને ખાલી જગ્યા

ભરચક શબ્દો ધારે કોઈ
કોઈ માને ખાલી જગ્યા

તારા મારા નામ વચાળે
મૂકી શાને ખાલી જગ્યા ?

અર્થ ન પૂછો ઊર્મિઓના
સમજો સાને- ખાલી જગ્યા

બે ગજવાં ભરપૂર ભર્યાં છે
એકલતા ‘ને ખાલી જગ્યા

મારા નામે હૉલ ખચાખચ
મારા સ્થાને ખાલી જગ્યા

(શહીદેગઝલ)0 comments


Leave comment