31 - આંખ આડા કાન કરવાનું હવે ફાવી ગયું / નીરજ મહેતા


આંખ આડા કાન કરવાનું હવે ફાવી ગયું
તર્કથી તોફાન કરવાનું હવે ફાવી ગયું

વાસ્તવિકતાની સૂંઘાડી શીશીઓ વારેઘડી
લાગણી બેભાન કરવાનું હવે ફાવી ગયું

મૌનની લૈ ઢાલ, તીણા શબ્દની તલવારને
યોગ્ય કાળે મ્યાન કરવાનું હવે ફાવી ગયું

એકદમ નિર્લેપ ચહેરો રાખતાં શીખી લીધું
ખુલ્લી આંખે ધ્યાન કરવાનું હવે ફાવી ગયું

હોઠ પર UNIFORM‘ને DISPOSABLEથઇ ઊગતાં
સ્મિતનું વિષપાન કરવાનું હવે ફાવી ગયું

કંઠમાં અટકી જતી એકાંતમાં – એ ચીસનું
વૃંદમાં પણ ગાન કરવાનું હવે ફાવી ગયું0 comments


Leave comment