32 - ધુમ્મસ-ધુમ્મસ ચારેબાજુ દૃશ્યો ઓઝલ / નીરજ મહેતા


ધુમ્મસ-ધુમ્મસ ચારેબાજુ દૃશ્યો ઓઝલ
કાં તો મારી આંખો, અથવા રસ્તો ઓઝલ

સૂરજનો અણસારો વરતી તારા ભાગ્યા
સત્ય સમીપે આવે ત્યારે તર્કો ઓઝલ

સૌરભ થૈને ચોબાજુ વીંટળાઇ વળ્યા છે
ઝળઝળિયાની ઝાંય પડી ત્યાં પત્રો ઓઝલ

ઝીણી ઝરમરમાં પણ ઊગી નીકળતા’તા
રણની થોડી વાત કરી- ‘ને મિત્રો ઓઝલ

નોળવેલ કવિતાની સૂંઘી આવ્યો કાગળ
સઘળાં શબ્દો ‘ને અર્થોના સર્પો ઓઝલ

(ફિલીંગ્ઝ)


0 comments


Leave comment