51 - આંખના જોવા વિશે / હરજીવન દાફડા
મોત નામે કોયડાનો કોઈ પણ ઉત્તર નથી,
છે વિકલ્પો લાખ કિન્તુ એક પણ સધ્ધર નથી.
મખમલી અસ્તિત્વને સંભાળવું કેવી રીતે ?
કોઈ ઠેકાણું નથી એવું કે જ્યાં કાતર નથી.
છે કરુણતા એ જ કે ઘર શોકમાં ગરકાવ છે,
ને કહી શકતો નથી કે આંગણે અવસર નથી.
દોષ આ કમજોર ઘ્રાણેન્દ્રિયનો હોઈ શકે,
એમ તો કહેવાય નહીં કે ક્યાંય પણ અત્તર નથી !
હોય છે કેવળ તફાવત આંખના જોવા વિશે,
એમની કઈ ચીજ એવી છે કે જે સુંદર નથી !
છે વિકલ્પો લાખ કિન્તુ એક પણ સધ્ધર નથી.
મખમલી અસ્તિત્વને સંભાળવું કેવી રીતે ?
કોઈ ઠેકાણું નથી એવું કે જ્યાં કાતર નથી.
છે કરુણતા એ જ કે ઘર શોકમાં ગરકાવ છે,
ને કહી શકતો નથી કે આંગણે અવસર નથી.
દોષ આ કમજોર ઘ્રાણેન્દ્રિયનો હોઈ શકે,
એમ તો કહેવાય નહીં કે ક્યાંય પણ અત્તર નથી !
હોય છે કેવળ તફાવત આંખના જોવા વિશે,
એમની કઈ ચીજ એવી છે કે જે સુંદર નથી !
0 comments
Leave comment