53 - ઘાત એક જ / હરજીવન દાફડા


ઘણા અર્થ વચ્ચે હતી વાત એક જ,
નર્યા સ્વપ્ન કિન્તુ મળી રાત એક જ.

ભલે જૂજવા રંગના હો પટોળાં,
ભીતરમાં પડેલી હતી ભાત એક જ.

તને હું મળું કે મને આવ મળવા,
જરૂરી છે કેવળ મુલાકાત એક જ.

તમે કૈક ભીંતો ચણી એની વચ્ચે,
મને માનવીની ગમી જાત એક જ.

અમો દુ:ખના ડુંગરા ઠેકનારા,
ન ઠેકી શક્યા કારમી ઘાત એક જ.


0 comments


Leave comment