55 - તું / હરજીવન દાફડા


ચાલી શકે તું, દોડી શકે તું,
પગને ગમે ત્યાં મોડી શકે તું,

જન્માંતરોમાં બાંધે બરાબર,
ઈચ્છે અગર તો છોડી શકે તું.

ચાહે તો ઊથલ - પાથલ મચાવે,
વિશ્વો ફરીથી જોડી શકે તું.

રંગીન ફૂલો અઢળક ઉગાડે,
અઢળક સ્વરૂપે તોડી શકે તું.

ઘારે તો સામે આવીને ઊભે,
ધારે તો દર્પણ ફોડી શકે તું.


0 comments


Leave comment