56 - મશાલ આવે / હરજીવન દાફડા


તલ્લીનતા છે કેવી એનો ખયાલ આવે,
કાંડા સુધી સળગતી જ્યારે મશાલ આવે.

સઘળા જવાબ ગજવે રાખી ફર્યા કરું છું,
ક્યારે ન જાણે કોને મળતો સવાલ આવે.

મૈત્રીની એક ઈચ્છા સાદર કરી છે એને,
કોને ખબર છે કેવી વળતી ટપાલ આવે.

કેવી જગાએ જઈને પાથરણું પાથરીશું ?
વનમાંય વિશ્વભરની સઘળી ધમાલ આવે.


0 comments


Leave comment