58 - જીવ્યા / હરજીવન દાફડા


શમણાના સથવારે જીવ્યા,
આજીવન અંધારે જીવ્યા.

ઇચ્છાઓની ગાંસડીઓ લઇ,
હળવું જીવન ભારે જીવ્યા.

સાવ ઉઘાડે પગ સદીઓથી,
ધગધગતા અંગારે જીવ્યા.

ના સમજાયું કે શું જીવ્યા,
જન્મારાઓ જો કે જીવ્યા.

નિજ ઘરનું સરનામું ભૂલી,
ભટકી દ્વારે દ્વારે, જીવ્યા. 


0 comments


Leave comment