1 - આ જોને, કોઈ ઉભીરે, આળસ મોડે / નરસિંહ મહેતા


આ જોને, કોઈ ઉભીરે, આળસ મોડે. -ટેક

બાંહે બાજુબંધ બેરખા સોહે, મનડું મોહ્યું છે એને ચૂડે,
ઝાંઝર ઝમકે ને વીંછુઆ ઠમકે, હીંડે છે વાંકે અંબોડે. ૧

સોવ્રણધારી અતિ રે સમારી, માંહે નીર ગંગાજળ હોડે,
નરસૈંયાને પાણી પાવાને મારો વહાલોજી આવ્યા છે કોડે. ૨


0 comments


Leave comment