60 - મનવા / હરજીવન દાફડા


તંત બધા તરછોડો મનવા,
ભીતર નાતો જોડો મનવા.

ખુદના પડછાયાની પાછળ,
હરપળ શાને દોડો મનવા !

આમ હજી જાવું છે આઘે,
આમ વખત છે થોડો મનવા.

આંખ ઉપરથી અંધારાના,
સઘળા પડદા તોડો મનવા.

ઠેકાણું નિજ ઘરનું શોધો,
બાકી સઘળું છોડો મનવા. 


0 comments


Leave comment