4 - હરિ આવ્યા છે નારીના વેશે રે, એને કોઈ જુઓ રે/ નરસિંહ મહેતા
હરિ આવ્યા છે નારીના વેશે રે, એને કોઈ જુઓ રે,
શિવ બ્રહ્મા જેનું ધ્યાન ધરે છે, તેને જોઈ જોઈ દુઃખડાં ખુઓ રે. ૧
માતા પિતા એના મનમાં વિમાસે : કહો, એ ક્યાં થકી આવી રે ?
અચરત સરખું સહુને ભાસે : એ જલઝારી ક્યાં લાવી રે ? ૨
બંધવ એનો તત્ક્ષણ ઊઠ્યો, આવ્યો મંદિર જાણી રે,
રતનબાઈ ઘણું વ્યાકુળ ફરે છે : 'તમે લ્યોને, મહેતાજી ! પાણી રે. ૩
પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે,
અંતર્ધાન થયા અલબેલો, વાત સહુ કોઈએ જાણી રે. ૪
જયજયકાર થયો જગ માંહે, હરખ વધ્યો હૈયે રે,
નરસૈંયાનો સ્વામી ભલે મળિયો, એના ચરણકમળમાં રહીએ રે. ૫

0 comments
Leave comment