3 - ચીલો ચાતરી / લક્ષ્મી ડોબરિયા
ક્ષણને ક્ષણથી કાપ ચીલો ચાતરી
કાં અવિરત જાપ ચીલો ચાતરી.
સોંસરી ઊતરે છતાં લાગે સહજ,
મૌન ઓળખ આપ ચીલો ચાતરી.
ગર્વ થાશે કાલને એની ઉપર,
આજ એવી સ્થાપ ચીલો ચાતરી.
લઈ ઉછીનું દર્દ, ને ક્યારેક તું,
કાઢ મનનું માપ ચીલો ચાતરી.
સૂર્યને ઠંડો દિલાસો આપવા,
માંગ થોડો તાપ ચીલો ચાતરી.
જોઈ લેવાનું સમયને થાય મન,
એ હકીકત છાપ ચીલો ચાતરી.
આ ગઝલમાં સ્થિર થઈને મૌન પણ,
શબ્દને દે થાપ ચીલો ચાતરી.
કાં અવિરત જાપ ચીલો ચાતરી.
સોંસરી ઊતરે છતાં લાગે સહજ,
મૌન ઓળખ આપ ચીલો ચાતરી.
ગર્વ થાશે કાલને એની ઉપર,
આજ એવી સ્થાપ ચીલો ચાતરી.
લઈ ઉછીનું દર્દ, ને ક્યારેક તું,
કાઢ મનનું માપ ચીલો ચાતરી.
સૂર્યને ઠંડો દિલાસો આપવા,
માંગ થોડો તાપ ચીલો ચાતરી.
જોઈ લેવાનું સમયને થાય મન,
એ હકીકત છાપ ચીલો ચાતરી.
આ ગઝલમાં સ્થિર થઈને મૌન પણ,
શબ્દને દે થાપ ચીલો ચાતરી.
0 comments
Leave comment