5 - સન્માન થઈ રહ્યું છે / લક્ષ્મી ડોબરિયા
સન્માન થઈ રહ્યું છે જન્મોની આ તરસનું,
સહિયારું થઈ ગયું છે હોવું અરસ-પરસનું.
આપે છે જાગવાની સરખી જ તક ને એથી,
રાખ્યું છે સ્થાન સરખું, મેં તેજ ને તમસનું.
મારો મને પરિચય સ્હેજે થયો'તો જ્યારે,
રહેવાનું ઋણ કાયમ વાસંતી એ વરસનું.
આ જાત ઓગળી તો હોવાનો અર્થ જાણ્યો,
ને, મૂલ્ય થ્યું સવાયું આ પ્રેમની જણસનું.
ખુદને મેં પ્રશ્ન પૂછ્યો કે કાલ કેવી ઊગશે ?
ઉત્તરમાં ધ્યાન રાખ્યું, મેં આજના દિવસનું.
મારા સિવાય બીજું આ કોણ છે અરીસે ?
પ્રતિબિંબ શું ઝિલાયું, ત્યાં ભીતરી કણસનું ?

0 comments
Leave comment