7 - હું મને ઓળખી ગઈ / લક્ષ્મી ડોબરિયા
તમને મળ્યા પછી હું મને ઓળખી ગઈ.
ને, આયનાની જૂઠી ચમક ઓસરી ગઈ.
અજવાસનો ઉપાય તો, આ હાથમાં હતો,
છોડ્યો જરા અહમ તો, સમજ વિસ્તરી ગઈ.
ઊંચા થવાની રીત આ, સૌથી સવાઈ છે,
ફળ આવતાં જ ડાળખી સ્હેજે નમી ગઈ.
એક વાત કે વિચારના પડઘારૂપે જુઓ,
આ રાત પણ સવાર થઈને ઊગી ગઈ.
એકાંતનો તો એમ અહીં દબદબો વધ્યો,
ખાલી ક્ષણોની ઓથે ગઝલ અવતરી ગઈ.
ને, આયનાની જૂઠી ચમક ઓસરી ગઈ.
અજવાસનો ઉપાય તો, આ હાથમાં હતો,
છોડ્યો જરા અહમ તો, સમજ વિસ્તરી ગઈ.
ઊંચા થવાની રીત આ, સૌથી સવાઈ છે,
ફળ આવતાં જ ડાળખી સ્હેજે નમી ગઈ.
એક વાત કે વિચારના પડઘારૂપે જુઓ,
આ રાત પણ સવાર થઈને ઊગી ગઈ.
એકાંતનો તો એમ અહીં દબદબો વધ્યો,
ખાલી ક્ષણોની ઓથે ગઝલ અવતરી ગઈ.
0 comments
Leave comment