૪૭ લવણ, અમ્લ, તિક્ત, મિષ્ટ, બનાવ્યું / નીરજ મહેતા


લવણ, અમ્લ, તિક્ત, મિષ્ટ, બનાવ્યું
જીવન ખરે જ ઈષ્ટ બનાવ્યું

બધાં પાત્રમાં પ્રકાર પ્રમાણે
જૂદાં તરલ, વિશિષ્ટ બનાવ્યું

પીવો અલ્પ વા અમાપ સમજથી
-એવી અસર, અરિષ્ટ બનાવ્યું

થશે પક્વ આગ યોગ્ય મળે તો
આપી દબાવ પિષ્ટ બનાવ્યું

ખમ્યું જેમ જેમ પીડ વધારે
એને વધુ બલિષ્ટ બનાવ્યું

સરળ માર્ગ પર જવાની મજા શું?
તેં એટલે જ ક્લિષ્ટ બનાવ્યું0 comments