51 - હાથ કે હૈયાવગું કૈં છે જ ક્યાં ? / નીરજ મહેતા


હાથ કે હૈયાવગું કૈં છે જ ક્યાં ?
વિશ્વમાં ઈચ્છાવગું કૈં છે જ ક્યાં ?

આ જગતમાંથીથવાનું છે પસાર
અર્થ એ રસ્તાવગું કૈં છે જ ક્યાં ?

આશ સામીપ્યોની બિલકુલ વ્યર્થ છે
સાવ પડછાયાવગું કૈં છે જ ક્યાં ?

આજ કોઈહાથ પણ કાપી ગયું
મૂકને વાચાવગું કૈં છે જ ક્યાં ?

ક્રૌંચવધ છે આજ કી તાઝા ખબર
તોય રે! કવિતાવગું કૈં છે જ ક્યાં ?

(ધબક)0 comments


Leave comment