62 - નમાજમાં છીએ / હરજીવન દાફડા
છદ્મવેશી સમાજમાં છીએ,
કર્ણભેદી અવાજમાં છીએ.
એક પળની ક્યાં હોય છે ફુરસદ ?
કોઈ પણ કામકાજમાં છીએ.
ચિત્ત ચારે તરફ રહ્યું ભટકી,
આમ, નખશિખ નમાજમાં છીએ.
આપમેળે તો કોણ જીવે છે ?
જુગ જૂના કૈ રિવાજમાં છીએ.
કર્ણભેદી અવાજમાં છીએ.
એક પળની ક્યાં હોય છે ફુરસદ ?
કોઈ પણ કામકાજમાં છીએ.
ચિત્ત ચારે તરફ રહ્યું ભટકી,
આમ, નખશિખ નમાજમાં છીએ.
આપમેળે તો કોણ જીવે છે ?
જુગ જૂના કૈ રિવાજમાં છીએ.
0 comments
Leave comment