63 - નિજ ઘર વિશે / હરજીવન દાફડા


ખૂબ માહિતગાર છે એ પર વિશે,
બેખબર દેખાય છે નિજ ઘર વિશે.

જીર્ણ ચાદર પાથરી ફૂટપાથ પર,
મેંય ખોલી ચોપડી બેઘર વિશે.

આંગણે આજેય સન્નાટો હતો,
દ્વાર પણ મૂંગા હતા અવસર વિશે.

ગામનો ઈતિહાસ સમજાઈ ગયો,
સહેજ ઈશારો થયો પાદર વિશે.

દોસ્ત ! ફૂલો તોડવાનું બંધ કર,
હું હવે સમજી ગયો અત્તર વિશે.


0 comments


Leave comment